તમને કયો રંગ પસંદ છે તેનાથી તમારા સ્વભાવ વિશે જાણકારી મેળવી શકાય છે. આ અનુમાન લગભગ વધારે સાચું સાબિત થાય છે. આજ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે મનપસંદ રંગ ના હિસાબે કેવી રીતે કોઈ બીજાના સ્વભાવ વિશે જાણી શકાય છે.

સૌથી પહેલા તમે નીચે આપવામાં આવેલા રંગોમાંથી તમારો મનપસંદ રંગ પસંદ કરો. ત્યારબાદ તે કલર મુજબ જાણકારી મેળવો –

જેવો રંગ એવું ચરિત્ર 


ગુલાબી, લીલો, વાદળી, કાળો, સફેદ, લાલ, બ્રાઉન, જાંબલી, પીળો.


ગુલાબી –

જો તમે ગુલાબી રંગ પસંદ કર્યો છે તો તમે ખૂબ જ ભાવનાશીલ વ્યક્તિ છો. જે લોકોને ગુલાબી રંગ ગમે છે તેઓ ઘણા હસમુખા લોકો હોઈ છે. આવા લોકો ખૂબ જ હોશિયાર અને દિલના સારા હોય છે.

લીલો રંગ –

લીલો રંગ પસંદ કરવાવાળા લોકો કોઈ પણ પરિસ્થિતિ માં  તેના સ્વભાવને જાળવવાની ક્ષમતા ધરાવે છે. ભલે તે કેટલા પણ સફળ કેમ ના થઈ જાય, પરંતુ તેને તેમનાથી નાના લોકો સાથે ચાલવું સારું લાગે છે.

વાદળી રંગ –

જે લોકોને વાદળી રંગ પસંદ હોઈ છે તે લોકો સામાન્ય વસ્તુઓ કરતાં આકર્ષક વસ્તુઓ તરફ વધુ વલણ ધરાવે છે. વાદળી રંગ પસંદ કરનારા લોકો ઘણા સ્વાભિમાની હોઈ છે.


 

કાળો રંગ –

જે લોકોને કાળો રંગ પસંદ છે તે લોકો રૂઢીવાદી સ્વભાવ ના હોઈ છે. એ લોકોને ગુસ્સો જલ્દી આવી જાય છે. કાળા રંગને પસંદ કરનારા લોકોને કોઈ પણ કાર્યમાં કોઈ પરિવર્તન ગમતું નથી

સફેદ રંગ –

જે લોકોને સફેદ રંગ પસંદ છે તે દૂરદર્શી અને આશાવાદી સ્વભાવના હોઈ છે. સફેદ રંગને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે અને આ કારણોસર જે લોકોને સફેદ રંગ ગમે છે તે શાંતિને પણ પસંદ કરે છે.

લાલ રંગ –

લાલ રંગ ને આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. તેથી લાલ રંગને પસંદ કરનારા લોકો હંમેશાં ભીડમાંથી અલગ નજર આવે છે. લાલ રંગ પસંદ કરનારા લોકો માટે પ્રેમ અને મિત્રતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના વિના તેઓ રહી શકતા નથી.

બ્રાઉન રંગ –

ભૂરા રંગને પસંદ કરનારા લોકો સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ લોકોની નિંદા કરે છે. તેનો સ્વભાવ ખૂબ મૈત્રીપૂર્ણ અને વિનમ્ર હોઈ છે.

જાંબલી રંગ –

જે લોકોને જાંબલી રંગ પસંદ છે તે લોકો પોતાની જાત ને કઈ રીતે નિયંત્રણ માં રાખવું એ બરાબરથી જાણે છે. તેના સિવાય ભવિષ્યમાં ક્યાં કામ કરવાથી ફાયદો મળશે અને શેમાં નુકશાન થશે તેનો અંદાજો પણ લગાવી શકે છે.

પીળો રંગ –

જે લોકોને પીળો રંગ પસંદ છે તે ખૂબ જ હસમુખા સ્વભાવના હોઈ છે. તે લોકો પોતાની સાથે સાથે બીજાને પણ ખુશ રાખે છે.