ખેડૂતોને રોકડ સહાય આપવા માટે શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઘણા બધા નોંધાયેલ ખેડૂતોને પૈસા મળ્યા નથી. એક જ ગામમાં અમુક ખેડૂતોને બે વખત બે બે હજાર રૂપિયા આવી ગયા છે,તો અમુક ખેડૂતોને પહેલો હપ્તો પણ નથી મળ્યો.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સ્કીમ
અમુક ખેડૂતોના ખાતામાં પહેલો હપ્તો આવી ગયો છે પરંતુ બીજો હપ્તો નથી આવ્યો. આવા લોકોએ પોતાના કૃષિ અધિકારી કે સરકારી હેલ્પલાઇન પર સંપર્ક કરવો જોઈએ અને જાણવું જોઈએ કે તેમનું નામ લાભાર્થીઓમાં છે કે નહીં. જો છે તો તેમને પૂછવું જોઈએ કે પૈસા કેમ નથી આવ્યા.

સ્કીમના સીઈઓ વિવેક અગ્રવાલ ના કહેવા મુજબ,’ ખેડૂતોના ખાતામાં યોજના ના પૈસા સરકાર ના ખાતા માંથી સીધા નથી જઇ રહ્યા. કેન્દ્ર સરકાર રાજ્યના એકાઉન્ટમાં પૈસા મોકલે છે પછી રાજ્ય સરકારના એકાઉન્ટમાંથી ખેડૂતો સુધી પૈસા પહોંચે છે. કેન્દ્ર સરકાર દરેક લાભાર્થીઓના પૈસા મોકલી રહી છે.’ આવામાં જો તમારા એકાઉન્ટમાં પૈસા નથી આવ્યા તો તમે પોતાના રેવેન્યુ અધિકારી lekhpal અને કૃષિ અધિકારીનો સંપર્ક કરો. ત્યાં વાત નથી જામી રહી તો સોમથી શુક્ર પીએમ કિસાન હેલ્પ ડેસ્ક કે ઈ-મેલ પર સંપર્ક કરી શકો છો. જો તેમ ન ફાવે તો આ ફોન નંબર પર વાત કરો.


હેલ્પ ડેસ્ક ફોન નંબર :-

011-23381092

આટલું જ નહીં પરંતુ યોજનાના વેલ્ફેર સેક્શનમાં પણ સંપર્ક કરી શકો છો. દિલ્હીમાં તેના ફોન નંબર નીચે મુજબ છે :-

011-23382401

કેન્દ્ર સરકાર દાવો કરી રહી છે કે અંદાજે ત્રણ કરોડ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ગયો છે. જ્યારે ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે તેમના ખાતામાં હજી સુધી પૈસા પહોંચ્યા નથી. યોજનાના ત્રીજા હપ્તા માટે કેન્દ્ર સરકારે આધાર બાયોમેટ્રિક અનિવાર્ય કરી દીધું છે. જ્યારે પહેલા બે હપ્તા માટે ફક્ત આધાર નંબરની જરૂર પડી હતી. ત્રીજા હપ્તાની પ્રક્રિયા ચૂંટણી બાદ શરૂ થશે.


આ ત્રણ રાજ્યના ખેડૂતોને સૌથી વધુ લાભ મળ્યો :-


  • ઉત્તર પ્રદેશ :- 10849465 ખેડૂતો
  • આંધ્ર પ્રદેશ :- 3296278 ખેડૂતો
  • ગુજરાત :- 2729934 ખેડૂતો
સરકારી યોજના, ખેડૂત સહાય