• હાલમાં 16,475 એક્ટિવ કેસ છે જે પૈકી 16,383 દર્દીઓની હાલત સ્થિર છે
  • ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1,335 કેસ નોંધાયા હતા અને 14 દર્દીઓના મોત નિપજ્યાંં
રાજ્યમાં હજુ પણ કોરોનાનું સંકટ યથાવત છે. દરરોજ 1300થી વધુ કેસ તેમજ 15થી 20 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 84,758 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 27.81 લાખ સેમ્પલ ટેસ્ટ થઇ ચૂક્યાં છે. જેમાથી 1,04,341 કેસ પોઝિટિવ નોંધાયા છે. ત્યારે માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં કોરોનાના કારણે કુલ 3,108 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 16,475 એક્ટિવ કેસ છે જે પૈકી 16,383 દર્દીઓની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1,335 કેસ નોંધાયા હતા, જ્યારે 1,212 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થયા અને 14 દર્દીઓના મોત નિપજ્યા છે. હાલમાં 7 લાખ 35 હજાર 952 લોકોને ક્વોરન્ટીન કર્યા છે. આ પહેલા 5 સપ્ટેમ્બરના રોજ 5 લાખ 69 હજાર 519 લોકોને ક્વોરન્ટીન કર્યા હતા. આમ એક જ દિવસમાં 1 લાખ 66 હજાર 433 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આમ દર કલાકે 6,934 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ