• 1 જુલાઈએ 675 અને 2 જુલાઈએ કોરોનાના 681 કેસ સામે આવ્યા
  • સતત 6 દિવસથી દરરોજ કોરોનાના 600થી વધુ નવા દર્દી નોંધાઇ રહ્યાં છે
  • ગત 24 કલાકમાં 19 દર્દીના મોત થયા છે અને 563 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
  • સુરતમાં 227, અમદાવાદમાં 211, વડોદરામાં 57, રાજકોટમાં 26, બનાસકાંઠામાં 12 કેસ

અમદાવાદ. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં કોરોનાના 1356 નવા દર્દી નોંધાયા છે. 1 જુલાઈએ 675 અને 2 જુલાઈએ કોરોનાના 681 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં ગત 24 કલાકમાં 19 દર્દીના મોત થયા છે અને 563 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 33,999 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1888એ પહોંચ્યો છે. તેમજ 24,601 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. નોંધનીય છેકે સતત 6 દિવસથી દરરોજ કોરોનાના 600થી વધુ નવા દર્દી નોંધાયા છે.
રાજકોટ જિલ્લો પણ કોરોના હોટસ્પોટ બનવા તરફ
રાજકોટ શહેરમાં માત્ર 4 કેસ નોંધાયા છે જ્યારે જિલ્લામાં શહેર કરતા પાંચ ગણા વધુ એટલે કે 22 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. જ્યારે સુરતમાં પણ ત્રણ દિવસમાં બીજીવાર અમદાવાદ કરતા વધુ કેસ નોંધાયા છે. આમ સુરતની સાથે સાથે રાજકોટ જિલ્લો પણ હોટસ્પોટ બનવા તરફ આગળ વધી રહ્યો છે.
કયા જિલ્લામાં કેટલા કેસ અને મોત
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 227, અમદાવાદમાં 211, વડોદરામાં 57, રાજકોટમાં 26, બનાસકાંઠામાં 12, સુરેન્દ્રનગરમાં 12,ભાવનગરમાં 14, જૂનાગઢમાં 13, જામનગરમાં 11, ભરૂચમાં 10, પાટણમાં 10, મહેસાણામાં 9, વલસાડમાં 8, અમરેલીમાં 7, ગાંધીનગરમાં 7, કચ્છમાં 5,ખેડામાં 5, પંચમહાલ, નવસારી અને અરવલ્લીમાં 4-4 જ્યારે આણંદ, સાબરકાંઠા, બોટાદ, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર, મોરબીમાં 3-3 કેસ તેમજ મહીસાગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને તાપીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 7, સુરતમાં 4, વડોદરામાં 2, જૂનાગઢ, પાટણ, મહેસાણા, ખેડા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીના મોત થયા છે.
6દિવસથી રાજ્યમાં દરરોજ 600થી વધુ કેસ,અમદાવાદમાં 10દિવસથી 250થી ઓછા કેસ
તારીખ
કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)
7 જૂન480(318)
8 જૂન477(346)
9 જૂન470(331)
10 જૂન510(343)
11 જૂન513(330)
12 જૂન495(327)
13 જૂન517 (344)
14 જૂન511(334)
15 જૂન514(327)
16 જૂન524(332)
17 જૂન520(330)
18 જૂન510(317)
19 જૂન540(312)
20 જૂન539 (306)
21 જૂન580(273)
22 જૂન563(314)
23 જૂન549(235)
24 જૂન572(215)
25 જૂન577 (238)
26 જૂન580(219)
27 જૂન615(211)
28 જૂન624(211)
29 જૂન626(236)
30 જૂન620(197)
1 જુલાઈ675(215)
2 જુલાઈ681(211)
કુલ 33,999 દર્દી,1,888ના મોત અને 24,601ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ21,3391,45616254
સુરત5,2571673634
વડોદરા2371511711
ગાંધીનગર67731502
ભાવનગર28113152
બનાસકાંઠા20211155
આણંદ23213192
અરવલ્લી21419172
રાજકોટ2108128
મહેસાણા29511147
પંચમહાલ18715142
બોટાદ95365
મહીસાગર1402115
પાટણ21817119
ખેડા1728119
સાબરકાંઠા1829117
જામનગર2454118
ભરૂચ25310131
કચ્છ170596
દાહોદ64147
ગીર-સોમનાથ78149
છોટાઉદેપુર60239
વલસાડ173458
નર્મદા91053
દેવભૂમિ દ્વારકા24216
જૂનાગઢ121455
નવસારી125251
પોરબંદર20210
સુરેન્દ્રનગર166879
મોરબી29113
તાપી908
ડાંગ404
અમરેલી95742
અન્ય રાજ્ય8818
કુલ33,9991,88824,601