રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (સંકટ મોચન યોજના)

આ યોજના હેઠળ કુટુંબ પરિવારની મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી કે પુરુષનું કુદરતી સંજોગોમાં કે અકસ્માતને કારણે મૃત્યુ થાય તો નીચે પ્રમાણેની કેન્દ્રીય સહાય મળવાપાત્ર થશે.
કુટુંબ સહાય યોજના, kutumb Sahay Yojna 2020
  • કુદરતી સંજોગોને કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં રૂા. ૨૦,૦૦૦/-
  • અકસ્માતને કારણે મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં રૂા. ૨૦,૦૦૦/-
કુટુંબ ઉપર આવેલ આફતમાં તે કુટુંબને સહાયરૂપ થઈ શકાય તે માટે ઉચ્ચક રોકડ સહાય આપવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે. અગાઉ આ યોજના હેઠળ રૂ. ૧૦,૦૦૦/-ની સહાય અપાતી હતી તે તા. ૧૫-૨- ૨૦૧૪ના ઠરાવથી રકમ વધારીને રૂ. ૨૦OOO/- કરવામાં આવી છે.

  1. આવુ મૃત્યુ થાય ત્યારે મુખ્ય કમાનાર વ્યક્તિ (તે અથવા તેણીની) વય ૧૮ વર્ષથી વધુ અને ૭૦ વર્ષથી ઓછી હોવી જોઈએ.
  2. મૃત્યુ પછીના બે વર્ષની મર્યાદામાં નિયત ફોર્મમાં અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ સહાયની પાત્રતા માટે અરજદાર લાભાર્થી ભારત સરકારની ગાઈડલાઈન મુજબ BPL લાભાર્થી હોવા જોઈએ. અરજદાર ગ્રામ વિસ્તારમાં રહેતા હોય તો તેઓને ગામની પંચાયતમાં નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કે મહાનગર પાલિકાની કચેરીમાં BPL લાભાર્થી તરીકે નોંધાયેલા હોવા જોઈએ.
  3. અકસ્માત પામનાર વ્યક્તિનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ, પોલીસ ફરિયાદ, પંચનામાની કોપી અરજીપત્રક સાથે સામેલ કરવાની હોય છે.
  4. મૃત્યુ પામનાર કુટુંબની મુખ્ય વ્યક્તિ તરીકે કોઈ પણ એક જ વ્યક્તિએ અરજદાર તરીકે અરજી કરવાની હોય છે અનેકુટુંબના તમામ સભ્યોએ સંમતિ આપવી પડે છે. આ સહાય કુટુંબના દરેક સભ્યોને અલગ અલગ મળવાપાત્ર નથી.
  5. આ યોજના હેતુ માટે કુટુંબની વ્યાખ્યામાં પતિ-પત્ની, સગીર બાળકો, અપરિણિત પુત્રીઓ અને આશ્રિત માતા પિતાનો સમાવેશ થાય છે.

અરજી ક્યાં કરશો?

  • શહેરી વિસ્તાર માટે જે તે વિસ્તારની પ્રાંત કચેરીમાં અરજી કરવાની રહેશે.
  • ગ્રામ પંચાયત વિસ્તાર માટે - આ યોજના હેઠળ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અરજી કરવાની રહેશે.
  • મહાનગર પાલિકા વિસ્તાર માટે - કમિશનર મહાનગરપાલિકાની કચેરીમાં યુ.સી.ડી. શાખામાં અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ સહાય મંજૂર કરવાની સત્તા ઉપરોક્ત અધિકારીશ્રીને હસ્તક છે તથા અરજી ફોર્મ પણ તેઓની કચેરીમાંથી મળશે.

અમારી અપડેટ WhatsApp માં મેળવવા WhatsApp ગ્રુપ માં જોડાવ:  અહીં ક્લિક કરો